હવામાન@ગુજરાત: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે. જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે. જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે.
આગામી દિવસમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ વરસશે. આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારને આવરી લેશે. 6 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 24 કલાકમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ,ખેડા. આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે.
ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર રાજકોટમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી કે 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસ્યો સાત ઈંચ વરસાદ. ક્વાંટ, દેવગઢ બારિયા, પાવી જેતપુર, વ્યારા અને અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદ વરસ્યો. હજુ પણ સાત દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.આજે પણ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે.આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.