હવામાન@ગુજરાત: ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ, અનેક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ વચ્ચે આજે ઘણા જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતો તથા સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ડાંગ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.સુબીરમાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયો. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં મેઘ મહેર જોવા મળી રહી છે. વાઘોડિયામાં વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અસહ્ય બફારા ઉકળાટ થી લોકોને રાહત મળી છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.દાહોદ શહેર અને ગ્રામ્ય સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે પવનના સુસવાડા સાથે ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે. દાહોદ લીમખેડા દેવગઢબારિયા ધાનપુર સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદથી પાકને જીવનદાન મળી શકે છે.ભરૂચમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.લગભગ 35 દિવસ બાદ મેઘરાજાનું આગમન થતા વતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આજથી 3 દિવસ વરસાદની આગાહી કરી છે.અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આ વચ્ચે પાલડી, જમાલપુર ઝરમર સમાન્ય વરસાદી છાટા પડી રહ્યા છે.અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ટીંટોઈ, જીવનપુર, બામણવાડ સહિતના વિસ્તારોમાં પલટો આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વાતાવરણ પલટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સારો વરસાદ વરસશે તો મગફળી.કપાસના પાકને નવું જીવનદાન મળશે. કેટલાય સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.નર્મદા જિલ્લામાં લાંબા સમયની આતુરતા બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદ ખેંચાવાના કારણે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતા અને કપરી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન રાત્રિના સમયે જિલ્લામાં, ખાસ કરીને કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં, ધીમી ધારે ખેતીલાયક વરસાદ શરૂ થતાં પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

