હવામાન@ગુજરાત: રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત, દેશના આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જેના પગલે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.બીજી તરફ હવામાન વિભાગે આગામી 4-5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ગાઢ સવારના ધુમ્મસની ચેતવણી આપી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં શીત લહેર અને ઠંડા દિવસની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે જેના પગલે ગુજરાતમાં ઠંડા પવાનો સાથે કાતિલ ઠંડી પડી રહી છે. મંગળવારે રાજ્યમાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું.સતત ઠંડીએ રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારો શીત લહેરની ઝપેટમાં આવી રહ્યા છે, અને રાજધાની જયપુર સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો અને ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે, આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસની સ્થિતિ થવાની સંભાવના છે. વધુમાં આગામી એક કે બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે, અને રાજ્યના ઉત્તરીય ભાગોમાં ઠંડીનું મોજું ફરી શકે છે. મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી ચાલુ રહી, શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરી સુધી જમ્મુ અને કાશ્મીર પર કોઈ મોટી પશ્ચિમી વિક્ષેપની અસર થવાની ધારણા નથી.

