હવામાન@ગુજરાત: આ વિસ્તારોમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગામી 7 દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે. રાજ્યમાં ઉત્તર- પૂર્વથી પૂર્વના પવન ફૂંકાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં શિયાળાની સિઝન તો શરૂ થઇ છે, પરંતુ ઠંડી જાણે કે ગાયબ છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ કડકડતી ઠંડી માટે એક સપ્તાહ રાહ જોવી પડશે. હવામાન વિભાગના અધિકારીઓના મતે આગામી એક સપ્તાહ સુધી રાજ્યનું તાપમાન સુકુ રહેશે.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. જ્યારે 10 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળ્યું છે.ગુજરાતમાં સૌથી ઠંડુ નલિયા રહ્યું હતું. અહીંનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 13 ડિગ્રી, રાજકોટમાં 13.2, ડીસામાં 12.8, પોરબંદરમાં 13.4, ભૂજમાં 14.4, ગાંધીનગરમાં 13.5, અમરેલીમાં 12, ભાવનગરમાં 15.4, સુરતમાં 19.4 અને વેરાવળમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

