હવામાન@ગુજરાત: ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં હાડ થિજવતી ઠંડીની આગાહી

 
હવામાન
ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી ચાર-પાંચ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની આગાહી છે. આગામી ચાર દિવસ હવામાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાન ૨થી 3 ડિગ્રી ઘટી શકે છે. નલિયામાં સૌથી નીચું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 15.1, વડોદરામાં 14.6, રાજકોટમાં 14.4 અને સુરતમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી 2026 ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડશે.દેશના ઉત્તરીય ભાગમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસનો માર ચાલુ છે.

પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ઠંડીનું જોર યથાવત છે, જ્યારે હવામાન વિભાગએ ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છેને છે. આ સ્થિતિને કારણે રોડ, રેલ અને વિમાન સેવાઓ પર અસર પડી રહી છે, અને લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની આગાહી છે. આ સાથે છત્તીસગઢ, મય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં શીતલહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. 

આ ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો સુધી પહોંચી જાય છે. ખરાબ હવામાનને કારણે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને અકસ્માતોનું જોખમ વધે છે. પશ્ર્ચિમી હિમાલયમાં હળવી હિમવર્ષા અને વરસાદની પણ આગાહી છે, જે ઠંડીને વધુ તીવ્ર બનાવશે.ગુજરાતમાં હાલ ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી ચાર દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાના એંધાણ નથી તે બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી છે. નલિયામાં સૌથી નીચું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 15.1, વડોદરામાં 14.6, રાજકોટમાં 14.4 અને સુરતમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી 2026માં ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડશે. તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.