હવામાન@ગુજરાત: રાજ્યમાં મેઘનું જોર યથાવત, આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

 
હવામાન
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ કરાયું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વરસાદને લઈ હવામાન વિભાગે આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદનું જોર રહેશે. ખાસ કરીને પંચમહાલ ,દાહોદ ,છોટાઉદેપુર, નર્મદા ,સુરત ,ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ ,દાદરાનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી કરી. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે.ભારે વરસાદને પગલે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ કરાયું છે.

હવામાન વિભાગે વરસાદને પગલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા ,મોરબી, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ કરાયું છે.રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અનેક સ્થાનો ભારે વરસાદનું જોર છે. ગાજવીજ સાથે પડતા વરસાદે મોટી મુશ્કેલી સર્જી છે. જામનગરમાં વરસાદ સાથે વીજળી આફત બની. વીજળી પડતા મહિલા સહિત 3ના મોત થયા. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અત્યંત ભારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં પણ બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી. ભાભરમાં 4 ઇંચ, દાંતામાં 1 ઇંચ વરસાદ ખાબકયો. જ્યારે દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે બજારમાં ધૂટણ સમા પાણી ભરાયા. વરસાદની રીએન્ટ્રીને બનાસકાંઠાના ખેડૂતોએ વધાવી.રાજ્યમાં અનેક સ્થાનો પર આજે છૂટો છવાયો વરસાદ જોવા મળશે. જૂનમાં સામાન્ય રીતે 3.37 ઈંચ વરસાદ પડતો હોય છે. જ્યારે જુલાઈ મહિનામાં સરેરાશ 10 થી 13 ઈંચ વરસાદ જોવા મળતો હોય છે. આ વખતે જૂનના અંતમાં સારો વરસાદ નોંધાયો છે.