હવામાન@ગુજરાત: રાજ્યમાં થશે ફરી મેઘો મહેરબાન, અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

 
આગાહી
ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી 40 ટકા વધારે વરસાદ નોંધાયો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોર્મલથી 40 ટકા વધારે વરસાદ નોંધાયો છે.સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી છે. બીજી સપ્ટેમ્બરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, 2થી 4 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવશે. પહેલી સિસ્ટમથી કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે. જ્યારે બીજા રાઉન્ડમાં આગામી તારીખ 3થી લઈને 10 સુધીમાં ગુજરાત ફરી તરબોળ થશે. તેના કારણે કેટલાક સ્થળોએ તો 2થી 8 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે.

વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, તેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ થવાની સંભાવના છે.આ સાથે તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતના કેટલાય ભાગોમાં 8 ઈંચથી વધું વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર, જુનાગઢ પણ તેની અસર જોવા મળશે. સપ્ટેમ્બર મહિનો કોરો જશે નહીં, ભાદરવો ભરપૂર રહેવાનો છે.