હવામાન@ગુજરાત: આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, 10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

 
વરસાદ
મહત્તમ તાપમાન આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી છે.ત્રણ દિવસ બાદ રાજ્યના શહેરોમાં ગરમીના પારો 5 ડિગ્રી સુધી વધી શકે છે.

ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 10 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 50-60 ની ઝડપે વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દક્ષિણ પશ્ચિમ થી પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે છે. તેમજ આજે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.