હવામાન@ગુજરાત: મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા, આગામી 2 દિવસમાં માવઠાની શક્યતા

રાજ્યમાં બેવડી ઋતુ રહેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનું તાપમાન સતત વધી રહ્યું છે. એવું લાગતું હતું કે જાણે રાજ્યમાંથી ઠંડી ગઈ હોય. પરંતુ ગઈકાલે રાત્રે રાજ્યનું તાપમાન અચાનક ઘટી ગયું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યા બાદ ફરી ઠંડી ફરી વળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના ઉત્તર અને મધ્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના હવામાનમાં ફેરફાર થઈ શકે છે.
માર્ચની શરૂઆતમાં હવામાનમાં ફરી ફેરફાર થવાની ધારણા છે. રાજ્યમાં બેવડી ઋતુ રહેશે. આ સાથે, રાજ્યમાં હવે હવામાન ધીમે ધીમે ગરમ થવા લાગશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી ગુજરાતનુ વાતાવરણ વાદળછાયું રહેશે અને કમોસમી વરસાદની શક્યતા રહેશે. 25 ફેબ્રુઆરીથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. ગઈકાલે રાત્રે ગુજરાતમાં અમદાવાદમાં 19.0 ડિગ્રી, ડીસામાં 18.4, ગાંધીનગરમાં 17.4, વિદ્યાનગરમાં 20.5, વડોદરામાં 18.4, સુરતમાં 20.0, દમણમાં 18.0, ભુજમાં 19.0, નલિયામાં 16.4, કંડલા બંદરમાં 19.5, કંડલા એરપોર્ટમાં 17.8, ભાવનગરમાં 19.0, દ્વારકામાં 20.2, ઓખામાં 22.0, પોરબંદરમાં 15.5, રાજકોટમાં 19.0, કરદરમાં 21.4, દીવમાં 15.8, મહુવામાં 17.5 અને કેશોદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.