હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીના અનુભવમાં વધારો, નલિયા 10 ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર

 
Vinter
મિનિમમ ટેમ્પરેચરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ફરી ઠંડીની શરુઆત થઈ રહી છે. શિયાળામાં પણ માવઠાની શક્યતાઓ અને અરબ સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા હવાના દબાણને કારણે કેટલાક દિવસ માટે શિયાળાની આગળ વધવાની ઝડપ જાણે ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.પરંતુ પાછલા 24 કલાકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને સરેરાશ સમગ્ર ગુજરાતમાં ઠંડીના અનુભવમાં વધારો થયો છે. ટેમ્પરેચરમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી પરંતુ હવામાં સુક્કુ થઈ જતા ઠંડીનો અનુભવ વયો છે.

આ સાથે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડ વેવ વિશે પણ હવામાન વિભાગે ભુક્કા કાઢતી આગાહી કરી છે. આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં હવામાન સુક્કુ રહેશે. રાજ્યમાં મિનિમમ ટેમ્પરેચરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો અને મય ગુજરાતમાં લઘુતમ તાપમાન નોર્મલ રેન્જથી ઉપર રહેશે.પાછલા 24 કલાકમાં નલિયા 10 ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે.

અમરેલી, મહુવા, ગાંધીનગર અને બરોડામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. જે બાદ ભુજ, રાજકોટ, દીવ, કંડલા પોર્ટ અને ડીસામાં 16 ડિગ્રી ઠંડી રહી છે. ત્યારબાદ અમદાવાદ, પોરબંદર, વલ્લભ વિદ્યાનગર જેવી જગ્યાએ મિનિમમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું છે. આગામી મહિનાઓમાં ઠંડીની આગાહી માટે હવામાન વિભાગના દ્વારા સમગ્ર દેશને આવરી લેતી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં મય પ્રદેશ, ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર, ગુજરાતના અમુક ભાગ, પંજાબ, હરિયાણા, દિલ્હી, પૂર્વી રાજસ્થાન, પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં શીતલહેર છવાઈ જશે. હવામાન વિભાગે જણાવ્યું કે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કડક્તી ઠંડી પડવાની છે.