હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનો ચમકારો, આગામી 5 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિમાલય તરફના પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે. બે દિવસથી તાપમાનો પારો ગગડતા રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. અમદાવાદમાં પણ પારો ગગડતા ઠંડીમાં થયો વધારો થયો છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમાન સુકુ જ જોવા મળતા ઠંડી અનુભવાશે. રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે. ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. અનેક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે લોકોને ઠંડીનો અનુભવ થયો.
ઠંડીથી રક્ષણ માટે લોકોએ ગરમ કપડા પહેરવાની શરૂઆત કરી દીધી છે.અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 16 ડિગ્રી તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપામાન નોંધાયું છે. શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.