હવામાન@ગુજરાત: વરસાદી સિસ્ટમો દૂર થતા ઠંડીનો ચમકારો શરૂ થશે, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

 
હવામાન
વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વરસાદી સિસ્ટમો દૂર થતા ઠંડીનો ચમકારો શરૂ થશે અને 7 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં ભારે વરસાદની હાલ કોઈ સિસ્ટમ નથી, તો 10 ઓકટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણ રીતે દૂર થશે અને ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, રાજસ્થાન અને કચ્છમાંથી વરસાદે વિદાય લીધી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી ૬ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો, મુખ્યમંત્રીએ 10,453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો છે, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાયા છે.સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે