હવામાન@ગુજરાત: બે દિવસ બાદ ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો, 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી

 
ઠંડી
રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આજે અને કાલે ઠંડી પ્રમાણમાં સામાન્ય રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. જેના પગલે બે દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળી છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ગઇકાલે 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી.અમદાવાદમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 23 અને 24 જાન્યુઆરી આસપાસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડા બાદ, રાજ્યના તાપમાનમાં ફરી 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે.