હવામાન@ગુજરાત: આગામી દિવસોમાં ઠંડી ભૂક્કા બોલાવશે, દાહોદ 11.6∘C સાથે સૌથી ઠંડું શહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડીની શક્યતા, દાહોદ 11.6∘C સાથે સૌથી ઠંડું શહેર, આગામી દિવસોમાં ઠંડી ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર જળવાઈ રહેશે અને 7 ડિસેમ્બર બાદ તેની અસરમાં વધારો થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યભરમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ રહે તેવી શક્યતા છે.દાહોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.6∘C નોંધાયું છે, જ્યારે નલિયામાં 12.6∘C તાપમાન રહ્યું છે. આજથી 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાશે. પરંતુ 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસરમાં વધારો થશે અને ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂક્કા બોલાવી શકે છે.રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે.48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનના સીકર અને મધ્યપ્રદેશના રાજગઢમાં સૌથી ઓછું 7∘C તાપમાન નોંધાયું છે.

