હવામાન@ગુજરાત: આજથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, કેટલાક શહેરોમાં માવઠાની શક્યતા

 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી લોકોને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આગામી 24 કલાક બાદથી જ રાજ્યમાં ઠંડી કહેર મચાવી શકે છે. જ્યારે ઉત્તર ભારતમાં હાલ શીતલહેર શરૂ થઇ છે.જમ્મુ-કાશ્મીરમાં હિમ વર્ષા થઇ રહી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આગામી કલાકોમાં ગુજરાત પણ ઠંડુગાર થઇ શકે છે. ઓક્ટોબરની જેમ ડિસેમ્બરમાં પણ માવઠું થઇ શકે છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ત્યારે 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના શહેરો તથા કચ્છમાં કડકડતી ઠંડી પડી તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો ગગડી શકે છે. રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થાય તેવી શક્યતા છે. અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે. અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમૂક વિસ્તારમાં પણ માવઠું પડી શકે છે. તેમજ કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.