હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, માવઠાની વધુ એક આગાહી, જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે. સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડી પડી રહી છે. જોકે, ગુજરાતમાં હવે પવનની દિશા બદલાઈ છે. જેના કારણે તાપમાન હવે ઊંચું જઈ રહ્યું છે.લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. ત્યારે હવે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. મિનિમમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે.ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતના ભાગોમાં ઠંડી ઘટશે. જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવી શકે છે.
અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. "અંબાલાલ પટેલે માવઠા અંગેની વાત કરતા જણાવ્યું છે કે, "27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને અમુક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે."