હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત, 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. તો બીજી તરફળ ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર જોવા મળશે. બિહાર અને યુપીથી દિલ્હી, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર સુધી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. દેશભરના છ રાજ્યોમાં ફરી એકવાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદને કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે. જેનાથી રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થશે.
ગુજરાતમાં ઠંડીનો પારો ઘટવા લાગ્યો છે ત્યારે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠે રહેતા માછીમારોને આ સમયગાળા દરમિયાન સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.
વરસાદને કારણે આસપાસના રાજ્યોમાં પણ તાપમાનમાં ઘટાડો થશે, જેનાથી ઠંડી વધુ વધશે. તમિલનાડુના સાત જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા, ઇડુક્કી અને એર્નાકુલમ, આગામી થોડા દિવસો સુધી સતત વરસાદની ચેતવણી આપી છે. કેરળ અને લક્ષદ્વીપ કિનારાના માછીમારોને રવિવારથી મંગળવાર સુધી ખરાબ હવામાન અને 35-55 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનને કારણે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

