હવામાન@ગુજરાત: ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડી વધી, 19 જિલ્લામાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16.5, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 15,ડીસામાં 15.8 ડિગ્રી તાપમાન, કંડલામાં 15, રાજકોટમાં 14.6 ડિગ્રી, કેશોદમાં 13.9 અને સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે.
હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમરેલીમાં ગઈકાલ કરતા આજે ઠંડીની માત્રામાં વધારો થયો છે. જ્યારે રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલીયામાં એક સમાન લઘુતમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં ધીમેધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે.

