હવામાન@ગુજરાત: ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં વધારો, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી

 
હવામાન
વિવિધ વિસ્તારોમા વાદળો ઘેરાવાની સાથે વરસાદ પડવાની શક્યતાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્ચના નલીયામાં 12.2 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 16.1, ડીસામાં 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1, વડોદરામાં 16.4 ડિગ્રી, સુરતમાં 18.6, દમણમાં 17.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 14.8, કંડલા એરપોર્ટમાં 14.3 ડિગ્રી, અમરેલીમાં 17.6, ભાવનગરમાં 19.6 ડિગ્રી, દ્વારકામાં 19.7, ઓખામાં 20.4 ડિગ્રી, પોરબંદરમાં 16, રાજકોટમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે.

આજે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો.ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીના ઈતેજાર વચ્ચે બે દિવસ કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેત આપવામાં આવ્યાં છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. રાજયના વિવિધ વિસ્તારોમા વાદળો ઘેરાવાની સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.