હવામાન@ગુજરાત: આગામી પાંચ દિવસ ઠંડી યથાવત રહેશે, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? જાણો

અમદાવાદમાં બે દિવસમાં બે ડિગ્રી ઠંડી વધી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ઠંડીનું મોજું ફરીથી ફરી વળ્યું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ સુધી આવી ઠંડી રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. અમદાવાદમાં સતત બે દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં તાપમાનમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું ક્યાં ક્યાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે ક્યાંક વધારો થયો હતો. ગુજરાતમાં 9.8 ડિગ્રીથી 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.
નલિયામાં તાપમાન વધીને 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. ગુરુવારે અમદાવાદમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 17.7 ડિગ્રી લઘુતમ તપમાન નોંધાયું હતું. ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરીથી ઠંડી ઉચકાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો.