હવામાન@ગુજરાત: રાજ્યમાં આંધી વંટોળની ચેતવણી, 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી 2 દિવસ આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. બીજી સિસ્ટમ ઇરાનથી આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત પર થશે એટલે તેના કારણે ગરમીમાં ઘટાડો જોવા મળશે અને પવનની ગતિ વધશે પરંતુ વરસાદની કોઇ શકયતા નથી. આ સ્થિતિના કારણે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડશે.
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચી ગયો હતો. જેમા બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેથી લોકોને 20 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ગરમીમાં રાહત મળશે, પરંતુ 23 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચે જવાની શકયતા છે. જેથી ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર પહોંચે તેવું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીના ઝડપે પવન ફૂંકાશે. 20 અને 21 એપ્રિલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પતિ ગતિ વધુ રહેશે, 22 એપ્રિલ બાદ પવનની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હવામાન શુષ્ક રહેશ, 22થી 24 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ, ભેજવાળું વાતાવરણ રહેશે.અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના લઇને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.