હવામાન@ગુજરાત: રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન

 
હવામાન
નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. રાજ્યનું લઘુતમ તાપમાન 8 ડિગ્રી નજીક પહોંચવા આવ્યું છે.તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર પ્રસરી રહી છે. ગુજરાતમાં દરરોજ ઠંડી વધી રહી છે. રાજ્યમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

રાજ્યમાં 14 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 12 ડિગ્રી નજીક લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાજધાનીમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે. સવારે અને સાંજે રસ્તાઓ પર હળવું ધુમ્મસ છવાયેલું રહેશે. દરમિયાન, દિલ્હીમાં મહત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 13 થી 15 ડિસેમ્બર સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.

પૂર્વી ઉત્તર પ્રદેશમાં સવારે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. 13 થી 14 ડિસેમ્બર દરમિયાન પંજાબ, હરિયાણા, આસામ અને મેઘાલયમાં ઠંડીનું મોજું આવવાની સંભાવના છે. 13 અને 14 ડિસેમ્બરે સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે પટના, ભાગલપુર, પૂર્ણિયા, ગયા અને આરા સહિત બિહારના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે.