હવામાન@ગુજરાત: દિવાળી અને બેસતા વર્ષે પડી શકે છે માવઠું, 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે

 
વરસાદ
27 થી 29 ઓક્ટોબરે ભારે ચક્રવાતની આગાહી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, દિવાળી અને બેસતા વર્ષે પડી શકે છે માવઠું સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે, નવેમ્બર મહિનામાં પણ ચોમાસા જેવો માહોલ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 19 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રીય થશે અને વેલમાર્ક લો પ્રેશર વધુ મજબૂત થાય તો 27 થી 29 ઓક્ટોબરે ભારે ચક્રવાતની આગાહી કરાઈ છે.

તેમનું કહેવું છે કે, ગુજરાતમાં વાદછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને 23 થી 26 નવેમ્બર દરમ્યાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતાં ઠંડી વધશે. રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે.અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે.

નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે. આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે.