હવામાન@ગુજરાત: રાજ્યમાં મોસમનો બેવડો માર, બે દિવસ હિટવેવ તો ક્યાંક વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો માર રહ્યો ચાલી રહ્યો છે. રાજ્યમાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી થઈ રહી છે. ગુજરાતમાં ફરીથી મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 37 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું. બેવડી ઋતુ વચ્ચે રવિવારે તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી હતી.
ગુજરાતમાં 30.4 ડિગ્રી અને 41.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. 41.6 ડિગ્રી સાથે મહત્તમ તાપમાન સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 30.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો. જેના પગલે અમદાવાદમાં પણ તાપમાન વધારો થતાં તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે ગાંધીનગરમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો.ગુજરાતમાં અત્યારે ઉનાળો કે ચોમાસુ ચાલે છે એ ખબર પડતી નથી. વાતાવરણમાં ગમે ત્યારે ફેરફાર થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના પોરબંદરમાં હીટવેવની આગાહી કરી હતી. જ્યારે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને ડાંગમાં વાવાઝોડા સાથે કમોસમી વરાસાદ પડવાની શક્યતા છે.