હવામાન@ગુજરાત: પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો અહેસાસ, 15થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા

ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજયમાં મોડી રાતથી પવનની ગતિમાં વધારો થયો હતો જેના કારણે 15 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા છે. પવનની ગતિમાં વધારો થતા ગરમીથી આંશીક રાહત મળી છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે પવનની ગતિમાં વધારો થયો હોવાનું અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ 18.1 ડિગ્રી, ગાંધીનગર 17.2 ડિગ્રી,નલિયા 15.2 ડિગ્રી, વડોદરા 18.3 ડિગ્રી,કેશોદ 16.4 ડિગ્રી, રાજકોટ 16.2 ડિગ્રી,ભાવનગર 19.4 ડિગ્રી, અમરેલી 17.4 ડિગ્રી,સુરત 20.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે,ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.
આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. 24 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં આ ઘટાડાની સાથે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.