હવામાન@ગુજરાત: આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

 
વરસાદ
દરિયાકાંઠે DW-2 સિગ્નલ લગાવવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ રહેશે. જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.દરિયાકાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે DW-2 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે છે.

ચોમાસાના વિદાય સમયે આણંદ જિલ્લામાં વરસાદનું આગમન થયું હતુ. મોડી રાત્રે ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કરમસદ, વલ્લભવિદ્યાનગર, બાકરોલ, જીટોડીયા, ચિખોદરા સહિત અનેક ગામમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અરેબિયન સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડું 'શક્તિ' આગળ વધી રહ્યું છે ત્યારે તેની ગુજરાતમાં હવામાન પર કેવી અસર થશે અને પાછલા અમુક સમય દરમિયાન વાવાઝોડું કઈ દિશામાં આગળ વધ્યું?

ગુજરાતમાં આગામી 6 દિવસ 7 ઓક્ટોબર થી લઈને 12 ઓક્ટોબર દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે. પશ્ચિમમધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડું શક્તિ છેલ્લા 03 કલાક દરમિયાન વ્યવહારીક રીતે સ્થિર રહ્યું હતું, અને આજે 6 ઓક્ટોબર, 2025 ના રોજ ભારતીય સમય મુજબ મસીરાહથી લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં, રાસ અલ હદ્દ (ઓમાન) થી 310 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, અલ-ગૈદાહ (યમન) થી 970 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, કરાચી (પાકિસ્તાન) થી 900 કિમી દક્ષિણપશ્ચિમમાં, દ્વારકાથી 940 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને નલિયાથી 960 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું.