હવામાન@ગુજરાત: રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધશે, અંબાલાલ પટેલની આગાહી

 
ગરમી

નવરાત્રીના દિવસોમાં લોકોને વધુ અકળાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન મિશ્ર અને પલટાવાળું રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસરથી રાજ્યના વિવિધ ભાગોમાં આકાશ વાદળછાયું રહેવાની સાથે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે, જે નવરાત્રીના દિવસોમાં લોકોને વધુ અકળાવશે. આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ, તેમજ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 11થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર પણ વધી શકે છે.

આગામી 12 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વાદળોની હાજરી વચ્ચે ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે અને અસહ્ય ગરમીનો અનુભવ થશે.ખાસ કરીને 13 થી 20 ઓક્ટોબર દરમિયાન રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે.બંગાળની ખાડીમાં સંભવિત લો-પ્રેશર સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપની સંયુક્ત અસરને કારણે 16 થી 18 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ અથવા છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાંની શક્યતા નકારી શકાતી નથી.અલ-નીનોની સ્થિતિને કારણે વરસાદી માહોલમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે નવરાત્રીના દિવસોમાં મોડી સાંજ સુધી ગરમી અને બફારો યથાવત રહેશે. ખાસ કરીને મોડી સાંજ સુધી ગરમીનો અનુભવ થવાની શક્યતા રહશે.24 થી 26 ઓક્ટોબર દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે.

આ બદલાતા હવામાન અને વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. 18થી 20 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.આથીખેતરોમાં પડેલા પાક અને પાતરાઓમાં ભેજ તથા વરસાદી માહોલના લીધે ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધી શકે છે, જેથી ખેડૂતોએ પોતાના પાક અને સુરક્ષાની યોગ્ય સંભાળ રાખવી હિતાવહ છે.