હવામાન@ગુજરાત: આ 4 જિલ્લાઓમાં ગરમીનું મોજુ ફરી વળશે, ક્યાં કેટલું તાપમાન નોંધાયું? જાણો

 
Havaman
આગામી 48 કલાક માટે તીવ્ર ગરમીની આગાહી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ તરફથી ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમીની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે ઘણી જગ્યાએ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક માટે તીવ્ર ગરમીની આગાહી છે.

30 એપ્રિલથી 3 મે દરમિયાન કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે 30 એપ્રિલથી 3 મે સુધીની અપડેટ આપી છે, જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. મંગળવારે કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. આ સાથે ભુજમાં 43.8 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી અને ડીસામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી અને સુરતમાં 34.2ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પોરબંદરમાં 23.1 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીધામમાં38 ડિગ્રી, જામનગરમાં 38 ડિગ્રી, જૂનાગઢમાં 36 ડિગ્રી, ઉનામાં 34 ડિગ્રી, મહેસાણામાં 39 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી, વલસાડમાં 33 ડિગ્રી તાપમાન રહી શકે છે.