હવામાન@ગુજરાત: રાજ્યમાં ગરમી વધશે, આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ધીમે પગલે ઠંડી વિદાય લઈ રહી છે. એક બાજુ ગુજરાતમાં ઠંડી ઘટી રહી છે. તો બીજું બાજું ગરમી પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ વાતાવરણ લઈ આગાહી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. કારણ કે હવે મહત્તમ તાપમાનમાં થશે વધારો થશે.
રાજ્યમાં શિયાળાની વિદાય થઈ ગઈ છે અને હવે ઉનાળાની શરુઆત થઈ ગઈ છે, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ જ સમયે હવામાન વિભાગે ઉકળાવતી આગાહી કરી છે. હવામાન વિભાગે ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં બે દિવસ બાદ તાપમાન વધી શકે છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઊંચકાશે, પવનની દિશાના બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2/3 ડિગ્રી વધ્યું છે. આમતો રાજ્યમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે. આમ, ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે.
આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર જોવા નહિ મળે. ત્યારબાદ મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી જેટલું વધશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પવનની દિશા પશ્ચિમથી ઉતર-પશ્ચિમ તરફ છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોધાઇ શકે છે. જ્યારે ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોધાઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 13.2 ડિગ્રી જેટલું રાજ્યનું લઘુતમ તાપમાન નોંધાયું છે. પવનની દિશા પશ્ચિમથી ઉતર-પશ્ચિમ તરફ છે.લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.