હવામાન@ગુજરાત: આગામી 3 દિવસ હીટવેવની સ્થિતિ યથાવત રહેશે, 13 જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી

 
તાપમાન

અમદાવાદમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં તાપમાનનો પારો ઊંચકાઈને 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.જે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતા દ્વારા રાજ્યના 13 જિલ્લામાં કાળઝાળ ગરમી પડવાના સંકેત આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર, કેશોદ, કંડલા એરપોર્ટ અને દીવમાં હીટવેવની અસર જોવા મળી છે.અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી ઊંચું હતું. છે.બનાસકાંઠા,પાટણ,ગાંધીનગર,અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે. સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,દ્વારકા સહિત સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું મોજુ યથાવત રહેશે.

એક તરફ ગરમી દઝાડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ચોમાસા અંગે પણ મહત્વની અપડેટ આપી છે. આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ગુજરાતમાં અત્યારે વરસાદની કોઈ સંભાવના નથી અને આગામી સાત દિવસ સુધી તમામ જિલ્લાઓમાં વાતાવરણ સુકું જ રહેશે.