હવામાન@ગુજરાત: આગામી ચાર દિવસ હિટવેવની આગાહી, 3 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર

 
આગાહી

લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલ ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં 'લૂ'નું એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો છે. જેમાં ગુજરાતના 3 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. સૌથી વધુ રાજકોટમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી અને નલિયામાં 39.5 ડિગ્રી, કેશોદમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન અને ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાનજ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસ દરમિયાન 40-42 ડિગ્રી મહતમ તાપમાનમાં રહેવાની શક્યતા છે.

જ્યારે લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરત, વલસાડ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 11 માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણે ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે.