હવામાન@ગુજરાત: આગામી 48 કલાક ભારે આગાહી! એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું
રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ પડશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 1 થી 3 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં પૂર આવવાની સંભાવના રહેશે. ખેડૂતો તરફ જતા રસ્તાઓ પાણીથી ભરાઈ જશે. ખેડૂતો પાણીના નિકાલ માટે પ્રયત્નો કરવા તૈયાર થશે. ટૂંકા ગાળાના પાક અર્ધ ચોમાસુ પાકની વાવણી કરી શકાય છે. બંગાળની ખાડીમાં 10 સપ્ટેમ્બર સુધી દબાણના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદ પડશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના પહાડી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ ધીમે ધીમે સ્થિર થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરંતુ 10 ઈંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લા અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.