હવામાન@ગુજરાત: આજે આ જિલ્લામાં ભારે આગાહી, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો

 
વરસાદ
સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. દાંતામાં 8 ઈંચ અને વડગામમાં 4 ઈંચ  અને  મહીસાગરના કડાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.દાંતામા 202 મિ.મી.,વડગામમાં 100 મિ.મી., કડાણામાં 84 મિ.મી., શેહેરામાં 71 મિ.મી., તિલકવાડામાં 67 મિ.મી., ખાનપુરમાં 57 મિ.મી., કથલાલમાં 51 મિ.મી., ગલતેશ્વરમાં 49 મિ.મી., પાલનપુરમાં 47 મિ.મી., કુકરમુંડામાં 47 મિ.મી., કપરાડામાં 45 મિ.મી., ઠાસરામાં 45 મિ.મી. વરસાદ નોધાયો છે.

આજે (પાંચમી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.છઠ્ઠીથી આઠમી જુલાઈ દરમિયાન  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હવળોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.