હવામાન@ગુજરાત: આ 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો

 
હવામાન
7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ, અચાનક આવેલા ફેરફારને કારણે ગત રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. આ પછી ગોંડલ, જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પ્રી મોન્સૂન એક્ટિવીટીના ભાગ રૂપે ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે.આજે સવારથી જ ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા.

આ સાથે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાઓના લગભગ 16 તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો છે. 22 થી 23 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં હાલમાં વરસાદી સિસ્ટમ રચાઈ રહી છે. આ સમયે અરબી સમુદ્ર સંપૂર્ણપણે સક્રિય છે. તેથી, 22 મે સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ રહેશે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, ગત રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 62 મીમી (2.4 ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કોટડા સાંગણી, રાજકોટમાં 47 મીમી (1.8 ઇંચ), કુકાવાવ, અમરેલી 41 મીમી (1.6 ઇંચ), ગોંડલ, રાજકોટ 40 મીમી (1.5 ઇંચ), બગસરા, અમરેલી અને જામકંડોરણા, રાજકોટ 37 મીમી (1.4 ઇંચ) અને લીલીયા, અમરેલીમાં 12 મીમી (12 ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ, 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 22થી 24 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેથી, અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે.