હવામાન@ગુજરાત: 19 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી, તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે

 
હવામાન
15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત માટે આગામી સાત દિવસ માટે હવામાન આગાહી જારી કરી છે, જ્યારે જાણીતા હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે.આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અપેક્ષા કરતા 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું હતું અને તે ગુજરાતમાં પણ વહેલું પહોંચવાની ધારણા હતી. મહારાષ્ટ્ર પહોંચ્યા પછી, ચોમાસાની બ્રેક સિસ્ટમ રચાઈ જવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. આને કારણે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યોજૂ. સાંજે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે.

હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે ધીમે વધીને 35 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, જેના કારણે ગરમીથી તાત્કાલિક રાહત મળવાની અપેક્ષા નથી.14 જૂન પછી અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. તેના કારણે 15 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી શકે છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે, જેના કારણે 15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે

આજે 5 જુને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોરતનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.