હવામાન@ગુજરાત: એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી, આજે કયાં પડી શકે છે ભારે વરસાદ?

 
વરસાદ
24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન પસાર થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.3 ઇંચ વરસાદ, બારડોલીમાં 5.31 ઇંચ, વાલોદમાં 4.84 ઇંચ વરસાદ, લુણાવાડામાં 4.45 ઇંચ, ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ, ગણદેવીમાં 4.09 ઇંચ, સોનગઢમાં 4.06 ઇંચ વરસાદ, કામરેજમાં 3.7 ઇંચ, પલસાણામાં 3.62 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 3.5 ઇંચ, કડાણામાં 3.5 ઇંચ વરસાદ, વ્યારામાં 3.46 ઇંચ, નડિયાદમાં 3.43 ઇંચ વરસાદ, સુરતમાં 3.07 ઇંચ, નવસારીમાં 3.03 ઇંચ વરસાદ, પાદરામાં 2.99 ઇંચ, ધરમપુરમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 ડેમ હાઈએલર્ટ પર છે.