હવામાન@ગુજરાત: આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે 'હાઈ વેવ એલર્ટ'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ ભારે વરસાદની આગાહી કરી છે. 22થી 27 જુલાઇ દરમિયાન અમદાવાદ, મહેસાણા, પાટણ, વડોદરા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.આજે 22 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે સુરત, અરવલ્લી, નર્મદા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આજે 22 જુલાઈ 2026ના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.23થી 27 જુલાઈ 2026 દરમિયાન નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.અમદાવાદમાં આજે ભારે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.રાજકોટમાં આજે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.સુરતમાંમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
ગુજરાતના દરિયા કિનારે 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે વહીવટીતંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓ માટે 'હાઈ વેવ એલર્ટ' અને 'વોચ' જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં દરિયાઈ મોજાની તીવ્રતા વધુ રહેવાની શક્યતાને પગલે માછીમારો અને દરિયાકાંઠાના પ્રવાસીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લામાં લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠે 3.2 થી 3.6 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

