હવામાન@ગુજરાત: દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી

 
વરસાદ
4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની પડી શકે છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આજે અમદાવાદ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, અરવલ્લી, ભરુચ, ગીર સોમનાથ,મહીસાગર,સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.