હવામાન@ગુજરાત: આજે આ જિલ્લાઓમાં રહેશે ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ યથાવત રહેવાનું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમ છતાં છેલ્લા બે દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટવાનું છે. તેમ છતાં આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ અપાયું છે. આજથી છ દિવસ સુધી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેની સાથે આજથી 1 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ યથાવત રહેવાનું છે. આગામી છ દિવસ ભારે વરસાદની શક્યતા છે. તેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે ઓફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના લીધે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ સાથે રાજ્યમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા તેની સાથે આજે 30 ઓગસ્ટ માટે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, મોરબી, વલસાડ સુરત અને દાદરાનગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે યેલો અલર્ટ અપાયું છે.આ સિવાય હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.