હવામાન@ગુજરાત: રાજ્યમાં હજુ પણ 24 કલાક તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠાની સંભાવનાઓ

 
માવઠું
બે વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થવાને કારણે વરસાદની આગાહી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હજુ પણ 24 કલાક તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠાની સંભાવનાઓ છે. આવતીકાલે 9 અને 10 મે હળવા અને છૂટા છવાયા ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પછી પણ પાણીનું સ્તર ઘટ્યું નથી. વહીવટીતંત્રે સાબરમતી નદી કિનારે વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બેરેજની બીજી બાજુના વિસ્તારો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બેરેજના વધુ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવશે. સાણંદ, ધંધુકા, ધોળકા, ખેડા સહિતના વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 60-70 કિમી પ્રતિ કલાક રહેશે. રાજ્યમાં ક્યાંક રેડ એલર્ટ છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ આજથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે.ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવને તારાજી સર્જી છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 10 મે સુધી ભૂસ્ખલનનો ભય હજુ પણ ટકી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે અને વીજળી પડવાનો ભય છે.