હવામાન@ગુજરાત: હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના 6થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના કટેલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રિના તહેવારમાં વરસાદ થતાં ખેલૈયાઓ અને ગરબી આયોજકો મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ત્રણ દિવસ સૌરાષ્ટ્રના 6થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે મંગળવારે 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, જામનગર, અમરેલી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.1 ઑક્ટોબરે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ. 2 ઑક્ટોબરે કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી.3-5 ઑક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.