હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

 
વરસાદ
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાઓ તોફાની બેટિંગ કરી છે, જેના કારણે જીનજીવન ઠપ્પ થઇ ગયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે.અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન અને આગાહીકારો આગાહી કરી રહ્યાં છે. અપડેટ પ્રમાણે, આજે પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ સુધી વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસેલા છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો, 24 કલાકમાં રાજ્યમાં કુલ 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 21 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 22 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધી24 કલાકના સમયમાં ગુજરાતમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડના પારડીમાં પણ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 30 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘ રાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.