હવામાન@ગુજરાત: સપ્ટેમ્બર મહિનામાં વરસી શકે છે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

 
અંબાલાલ
સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને વરસાદ વરસી શકે છે, ગુજરાતમાં 3 થી 8 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઈ છે, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે અને પંચમહાલ, મહિસાગરમાં અતિભારે વરસાદ રહેશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, ભરૂચ, જંબુસર, ખંભાત, તારાપુર, આણંદ, નડિયાદ, કપડવંજ, ખેડા, પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે.અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે.નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે.