હવામાન@ગુજરાત: રાજ્યમાં વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. બીજી તરફ હજુ આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદ પડશે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે.
જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
અમદવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે. બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદ પડવાની પણ આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ કારી ક કારી કરાયુ છે. છે. વરસાદની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાકે 80 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. મંગળ અને બુધવારના રોજ અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન અને ભારે વરસાદી માહોલ રહેવાના સંકેતો અપાયા છે. ભારે વરસાદની આગાહીના પગલે સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.