હવામાન@ગુજરાત: આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ અલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ક્યાંક ભારે, તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ ગુજરાતના અનેક જિલ્લાઓને આજે રેડ એલર્ટ અપાયું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઓફશોર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી આવી છે. આ કારણે આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચનાવડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ.
અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા અને, ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આગાહી અમરેલી, ભાવનગર અને, બોટાદમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ.સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને, દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી.
અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતભરતમાં તૂટી પડશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકશે.દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.