હવામાન@ગુજરાત: આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 4 જિલ્લાઓમાં યલો એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ ઓરેન્જ એલર્ટ છે. ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર ઓરેન્જ એલર્ટ છે. બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ ઓરેન્જ એલર્ટ છે. સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં યેલો એલર્ટ દાહોદ, પંચમહાલ બરોડા છોટા ઉદેપુર, નર્મદા, તાપી જિલ્લામાં યેલો એલર્ટ, ડાંગ, રાજકોટ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યેલો એલર્ટ, 40 કિલોમીટર પ્રતિ કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, 21 થી 25 જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં હળવા થી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયે વીજળી સાથે વાદળછાયા વાતાવરણ અને થંડર્સ્ટોર્મ એક્ટિવિટીની પણ ચેતવણી અપાઈ છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. લોકોને સલામતી માટે જરૂરિયાત મુજબની તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સૂર્યના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશને કારણે વરસાદ ખેતી માટે ખૂબ લાભદાયક રહેશે. આ સમયે ખેડૂતોએ પાકનો ઉગાવ સારી રીતે યોજવો જોઈએ અને વરાપ બાદ આંતર ખેડ કરવી લાભદાયક રહેશે.
23મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સર્જાનાર વેલમાર્ક લો પ્રેશર છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ પરથી પસાર થઈ પૂર્વ ગુજરાત તરફ વળશે, જેના પરિણામે ભારે વરસાદની શક્યતા ઊભી થઈ છે. 21થી 23 જુલાઈ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે.આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદના શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 26થી 29 જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદ પડવાની શકયતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.