હવામાન@ગુજરાત: આ દિવસે પડશે ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ જ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગનો દાવો છે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવા કોઈ એંધાણ કરવામાં આવ્યા નથી. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના પણ હળવાથી મધ્યમ વરસાદનો જ વરતારો વ્યક્ત કરાયો છે.
ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે. સ્થિતિને જોતા માછીમારો માટે 4 અને 5 ઓગસ્ટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે હશે.