હવામાન@ગુજરાત: આજે 5 જીલ્લાઓમાં હાઈ એલર્ટ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો

 
Varsad
ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગે આજે 5 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, વલસાડ, તાપી, ડાંગ, સૌરાષ્ટ્ર ઝોનમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.શનિવારે 120 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તાપીમાં 4 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3 ઈંચ, સાબરકાંઠાના તલોદમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.ભરૂચના વાગરામાં 1.5, વલસાડના વાપીમાં 1.5 જ્યારે અરવલ્લીના માલપુરમાં 1.4 ઈંચ તો વલસાડના કપરાડામાં 1.42 ઈંચ, તો વલસાડના ધરમપુરમાં 1.30 ઈંચ અને રાજકોટના ગોંડલમાં 1.18 ઈંચ વરસાદ, નવસારીમાં અને જલાલપોરમાં 1.1 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, સુરતના મહુવામાં 1.02 ઈંચ અને સુરત શહેરમાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબી, રાજકોટમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આજે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે. તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

સુરતમાં ઉકાઈ ડેમની સપાટી 344.60 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ભાર વરસાદના પગલે ઉકાઇ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 6 દરવાજા 5.5 ફૂટ ખોલાયા. મહેસાણાનો ધરોઈ ડેમ 85.05 ટકા ભરાયો છે. ડેમની સપાટી 618.07 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ છે. ડેમમાં 1157 કયુસેક નવા નીરની આવક નોંધાઈ છે. હજુ પણ ઉપરવાસમાં જો સારો વરસાદ પડે તો ડેમ પૂર્ણ રીતે ભરાવાની શક્યતાઓ રહેલી છે. ડેમની જળ સપાટી ભયજનક લેવલે પહોંચશે તો જ ગેટ ખોલવાની ફરજ પડી શકે. હાલમાં ગેટ ખોલવાની કોઈ શક્યતા નથી.