હવામાન@ગુજરાત: આજે કેવું રહેશે વરસાદનું જોર? આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

 
વરસાદ

નવરાત્રીમાં બહુ ઓછો વરસાદ જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી જશે. હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે. રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન એટલું જ રહે તેવું અનુમાન છે. જો કે આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસ્યો છે. પરંતુ હવે આ સરક્યુલેશનની અસર ઓછી થશે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં આજે છુટો છવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા નથી નવરાત્રીમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે, હાલ જે પરિસ્થિતિ છે તેવી જ રહે તો નવરાત્રીમાં બહુ ઓછો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.