હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં મેઘમહેર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

 
વરસાદ
આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની અનુસાર, આજે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે 16મીથી 21મી ઑગસ્ટ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં મેઘમહેર થઈ છે. જો કે, એક પણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી. સૌથી વધુ વરસાદ દ્વારકા અને સાણંદમાં 23-23 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 16મીથી 21મી ઑગસ્ટ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 18મીથી 21મી ઑગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશમાં, 18મીથી 20મી ઑગસ્ટ દરમિયાન વિદર્ભ અને કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે, 17મીથી 21મી ઑગસ્ટ દરમિયાન છત્તીસગઢમાં ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.